Top
અદ્યતન પરિયોજના

૫ મેગાવોટનો સોલર પાવર પ્‍લાન્‍ટ

ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડ સૌર ઉર્જા ઉત્‍પાદનમાં ટકાઉ/સ્‍થિર વિકાસ માટે ગુજરાતમાં પાટણ જીલ્‍લામાં ચારણકા ગામમાં ગુજરાત સોલર પાર્કમાં ૫ મેગાવોટની ક્ષમતાનો સોલર ઉર્જા પ્‍લાન્‍ટ સ્‍થાપવાની પહેલ કરી છે. ૫ મેગાવોટનો ગ્રીડથી જોડાયેલો આ ક્રિસ્‍ટલાઇન ફોટોવોલ્‍ટેઈક ઉર્જા પ્‍લાન્‍ટ ૨,૦૨૪ હેકટર સરકારી પડતર જમીનમાં વિકસાવવામાં આવ્‍યો છે અને અનુકુળ પરિસ્‍થિતમાં તે ૭૭.૫ લાખ યુનિટ વીજળી ઉત્‍પાદનની ક્ષમતા ધરાવે છે. ભારતીય પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં લઇને નિગમે સ્‍ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ પરિયોજનાની કામગીરી સંપૂર્ણપણે ચાલુ થઇ ગઇ છે.

જીપીસીએલની (GPCL) વિન્‍ડમિલ (પવનચકકી) પરિયોજના

જીપીસીએલ (GPCL)એ કચ્‍છ જીલ્‍લામાં શિકારપુર જમનવાડામાં ૬ મેગાવોટ (૧.૫ મે.વો. X ૪) અને ૬.૩ મેગાવોટ (૨.૧ મે.વો.X૩)ની ક્ષમતા ધરાવતી વિન્‍ડમિલ (પવનચકકી) પણ ઉભી કરી છે. આ પરિયોજના અનુક્રમે ડિસેમ્‍બર ૨૦૧૦-૧૧ અને ડિસેમ્‍બર ૨૦૧૧-૧૨ સુધીમાં ક્રમશઃ શરુ કરવામાં આવેલ છે.

સંકરણની વિભાવના / અદ્વિતીય પ્રયોગઃ

વિદ્યુત ઉત્‍સર્જન પધ્‍ધતિના વપરાશી પરિબળને સુધારવા માટે, નવીનકરણના ભાગરુપે જીપીસીએલ (GPCL) સંકરણનો વિચાર આપ્‍યો છે, જયાં સોલર પરિયોજના સાથે વિન્‍ડમિલ (પવનચકકી) પણ મૂકવામાં આવી છે. આ વિચાર હેઠળ જીપીસીએલએ (GPCL) ગુજરાત સોલાર પાર્કમાં ૪.૨ મેગાવોટ (૨.૧ મે.વો.X૨) વિન્‍ડમિલ (પવનચકકી) સફળતાપૂર્વક શરુ કરી છે.

જીપીસીએલની સોલાર રુફટોપ પરિયોજનાઃ

માલિકોના મકાનોમાં ગ્રીડ ઇન્‍ટર એકટીવ રુફટોપ સોલર ફોટોવોલ્‍ટેઇક સીસ્‍ટા બેસાડીને સૂર્ય ઉર્જા ઉત્‍પન્ન કરી અને હરીયાળી ઉર્જાનું ઉત્‍પાદન અને ઉપયોગ કરવા માટે જાહેર જનતાનો ફાળો વધારવાની ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડે પહેલ કરી છે. આ પહેલને રુફટોપ સોલાર ગુજરાત કાર્યક્રમ નામ આપવામાં આવ્‍યું છે. શરુઆતમાં ગાંધીનગરમાં અમલમાં મુકવામાં આવશે. આ કાર્યક્રમ માટે જીપીસીએલ (GPCL) કાર્યક્રમ અમલીકરણ સંસ્‍થા તરીકે કામ કરી રહી છે. ગાંધીનગર રુફટોપ સોલાર કાર્યક્રમનું કદ ૫ મેગાવોટનું છે. આ પરિયોજના માર્ચ-૨૦૧૨માં શરુ કરવામાં આવશે. વધુમાં, જીપીસીએલ (GPCL) ગુજરાતના પાંચ મહત્‍વના શહેરો એટલે કે, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને મહેસાણામાં પણ ઝડપથી આ કામ હાથ ધરવાનું આયોજન કરેલ છે.

સીડીએમ (CDM) પરિયોજનાઓ

ગુજરાત સરકારની સ્‍વચ્‍છ વાતાવરણની પહેલના ભાગરુપે ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડે પણ આ સ્‍વચ્‍છ વિકાસ તંત્ર વ્‍યવસ્‍થા (સીડીએમ (CDM) )માં ભાગ લઇ રહયું છે, જે માટે જીપીસીએલએ પ્રદુષણ ઘટાડાનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા કયારનીય શરુ કરી દીધી છે. જીપીસીએલ (GPCL)ની એક સોલર ઉર્જા પરિયોજના અને બે પવન ઉર્જા પરિયોજનાઓ સીડીએમ (CDM) પરિયોજનાઓ તરીકેની પ્રક્રિયા હેઠળ છે.

ભૂતળીય ઉર્જા

જીપીસીએલ (GPCL) બિન પરંપરાગત સ્‍ત્રોત જેવાં કે, ભૂતળીય ઉર્જામાંથી વીજ ઉત્‍પાદન મેળવવાની અન્‍ય પહેલ પણ કરી છે. જીપીસીએલ (GPCL) એ ભૂતળીય ઉર્જા ઉત્‍પાદન માટેનાં સંભવિત સ્‍થળો મુકરર કરવાની પ્રક્રિયા શરુ કરી છે.

-