ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એ રાજયમાં ઉર્જા ક્ષેત્રે વિકાસ અને ઉત્પ્રેરણ સહાયક કામગીરી કરી રહયુ છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત ઇંધણો આધારીત વીજળી પરિયોજનાઓ મુકરર કરી, આવી પરિયોજનાઓ માટે ટેકનો-ઇકોનોમીકસ શકયતા અહેવાલો તૈયાર કરી, યોગ્ય ખાનગી સંયુકત ક્ષેત્રની પાર્ટીઓ નકકી કરીને પસંદ કરેલ પાર્ટીઓ સાથે આનો અમલ કરે છે. વિદ્યુત પરિયોજના નકકી થયા પછી, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત પરિયોજનાના અમલીકરણ માટે મેળવવાની વૈધાનિક અને બિન વૈધાનિક અનુમતિઓ જેમ કે, પાણી અને હવા પ્રદુષણ નિવારણ, વન નિવારણ, પર્યાવરણ અને વન નિવારણ, મુલકી વિમાનન અનુમતિ વગેરે મેળવે છે. તે જમીન સંપાદન અધિનિયમ હેઠળ જમીન સંપાદન સંબંધિત ઔપચારિકતાને અનુસરે છે અને વિદ્યુત પરિયોજના માટે ઇંધણ સંબંધી જોડાણો કરે છે.