Top
સંસ્‍થાપિત સામાજીક જવાબદારી

સંસ્‍થાપિત સામાજીક જવાબદારી હેઠળ, જીપીસીએલએ મહેસાણા જીલ્‍લાના મેવાડ તાલુકામાં ગુજરાત પાવર એન્‍જીનીયરીંગ અને રીસર્ચ ફાઉન્‍ડેશન નામની સેમી ફાયનાન્‍સ ડીગ્રી ઇજનેરી કોલેજની સ્‍થાપના કરી છે.

આ કોલેજ પૂર્ણપણે ચાલુ છે અને તે દર વર્ષે તેમાં ૨૪૦ થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશની ક્ષમતા ધરાવે છે.

ચારણકામાં સોલરપાર્કના અમલીકરણ દરમ્‍યાન આસપાસના ગામોની પાણીની જરુરિયાત માટે કંપની દ્વારા ૫૬ કિ.મી. લાંબી પાણીની પાઇપલાઇન નાંખવામાં આવી છે. સોલારપાર્કમાં અને પરિયોજનાના સાનિધ્‍યમાં આવતા ગામોમાં સોલર સ્‍ટ્રીટ લાઇટ પણ નાંખવામાં આવી છે.

તદ્ઉપરાંત જીપીસીએલએ નીચે મુજબની સામાજીક અને શૈક્ષણિક ઉધ્‍ધારની પ્રવૃતિઓ કરેલી છે.

  • સોલારપાર્ક, ચારણકાની નજીકના ગામોમાં રહેતી મહિલાઓ માટે કૌશલ્‍ય વિકાસ એટલે કે ભરતકામ, પેચવર્ક
  • સોલારપાર્ક, ચારણકાની નજીકના ગામોમાં રહેતી મહિલાઓને સોલાર ફાનસનું વિતરણ.
  • પ્રાથમિક શાળાના બાળકોને શાળા ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીઓની જોગવાઇ.
  • શુધ્‍ધ પેયજળની સગવડતાની જોગવાઇ.
  • પ્રાથમિક શાળાઓમાં સંગીતના સાધનોની જોગવાઇ.

તાજેતરમાં જીપીસીએલ દ્વારા ઉત્તર ગુજરાતમાં પુરગ્રસ્‍ત લોકોને કામચલાઉ ટેન્‍ટ માટેનો સામાન પૂરો પાડવામાં આવ્‍યો છે..

સંસ્‍થાપિત સામાજીક જવાબદારી (સીએસઆર) નીતિ Download Pdf File

આ વિભાગમાં      



Gujarat Solar Rooftop Programme
-