Top
ભરતી ઓટ સંબંધી પરિયોજનાઓઃ (ટાઇડલ પ્રોજેકટસ)

કરેલ અભ્‍યાસના અાધારે ગુજરાત સરકારે વધુ અભ્‍યાસ કરવા અને વીજીજીઆઇએએસ-૨૦૧૧ દરમ્‍યાન માંડવી ખાતે કચ્‍છના અખાતનો ૫૦ મેગાવોટના ભરતી ઓટ આધારીત પ્રારંભિક પ્રોજેકટ અને ગુજરાતમાં ગમે ત્‍યાં ૨૦૦ મેગાવોટના ભરતી ઓટ સંબંધી પાવર પ્રોજેકટના અમલીકરણ માટે મેસર્સ એટલાન્‍ટીસ રીસોર્સીસ (ગુજરાત ટાઇડલ) પ્રા. લિ., જીપીસીએલનું સંયુકત સાહસ સાથે સમજૂતી કરાર કરવાનો નિર્ણય કર્યો છે.

Tidal Projects
Tidal Projects

સરકારના આદેશોને અનુસરીને જીપીસીએલ, એટલાન્‍ટીસ અને પીએમઇએસ એટલે કે એટલાન્‍ટીસ રીસોર્સીસ (ગુજરાત ટાઇડલ) પ્રા. લિ. અને જીપીસીએલનાં સંયુકત સાહસથી નીચેની મંજુરીઓ મેળવેલ છે અને તે અન્‍વયે અભ્‍યાસ હાથ ધરેલ છે.

 1. મત્‍સ્‍ય ઉદ્યોગ કમિશ્‍નર પાસેથી પત્ર નં. જીએમ/ડીઆરસી/એચએસ/૬/જીપીસીએલ/૨૦/૨૦૧૦-૧૧/૪૪૭૮ થી તા. ૦૯/૩/૨૦૧૧ના રોજ ના-વાંધા પ્રમાણપત્ર મળેલ છે.
 2. ગુજરાત દરિયાઇ બોર્ડ પાસેથી પત્ર નં. જીએમબી/એન/પીવીટી/૧૦૧૩/૪૯ થી તા. ૧૮/૪/૨૦૧૧ના રોજ એનઓસી મળેલ છે.
 3. કોડય સ્‍ટેશનથી ૫૦ મેગાવોટ ખસેડવા માટે પત્ર નં. એમડી/એસઇ (સીપી એન્‍ડ એસએસ)/સીસ્‍ટમ/૧૮૧ તા. ૦૭/૩/૨૦૧૧ થી મંજુરી મળેલ છે.
 4. બીઆઇએસએજીમાંથી એચટીએલ અંકિત કરીને માંડવી બીચ દ્વારા ૬૬ કેવીએ હાઇ ટેન્‍શન લાઇનનું સ્‍થળ નકકી કરીને સેટેલાઇટ મેપ નકકી કર્યો.
 5. મેસર્સ હાસકોનીંગ ઇન્‍ડીયા પ્રા. લિમીટેડએ પૂર્ણ કરેલ ટર્બાઇનોની ક્ષમતા ફેકટર નકકી કરવા દરિયાઇ સંબંધી માપ પૂર્ણ કર્યુ.
 6. કોસ્‍ટ ગાર્ડ પાસેથી પણ તા. ૧૬/૧૧/૨૦૧૧ના રોજ સંમતિ મેળવેલ છે.
 7. મહાસાગરોને લગતી મોજણી કરવા માટે અને ઇઆઇએ અહેવાલ પત્ર નં. જીએમબી/એન/પીબીટી/૧૦૧૬/૬૦૧ થી તા. ૧૭/૧૧/૨૦૧૧ના રોજ ગુજરાત દરિયાઇ બોર્ડ પાસેથી મંજુરી મેળવેલ છે.
 8. ઇસરો દ્વારા સીઆરઝેડ મેપીંગ પૂર્ણ કર્યુ. પર્યાવરણ અને વન વિભાગ (ડીઓઇએફ) તા. ૦૭/૫/૨૦૧૧ના રોજ સીઆરઝેડની મંજુરી માટે અરજી કરી.
 9. રાષ્‍ટ્રીય ઓસનોગ્રાફી સંસ્‍થા (એનઆઇઓ) દ્વારા રેપીડ ઇઆઇએ/ઇએમપી અહેવાલ પૂર્ણ કર્યા. એનઆઇઓ દ્વારા બીજી ......ના ડેટા એકઠા કરેલ છે અને વિસ્‍તૃત અહેવાલ તૈયાર થઇ રહયો છે.
 10. એફઇઇડી પૂર્ણ કર્યુ. (ડીઝાઇનીંગ, ડેવલપીંગ એન્‍ડ પ્રોકયુરીંગ ધ રેફરન્‍સ ટર્બાઇન, કોસ્‍ટ કોમ્‍પ્‍યુટેશન, ફાયનાન્‍સીઅલ મોડેલ ફોર કે-૫૦ એન્‍ડ કે-૨૦૦ ફાઉન્‍ડેશન સપોર્ટ ડીઝાઇન અને પ્રોકયુરમેન્‍ટ
 11. કન્‍સેપ્‍ટ ડીઝાઇન પૂર્ણ કર્યા.(ઓસનોગ્રાફીક સર્વે, ટાઇડ વોલેસીટી અને ફલો મોડલીંગ)
 12. ડીટેઇલ્‍ડ ડીઝાઇન (જીઓ ટેકનીકલ સર્વે, ઓસનોગ્રાફીક સર્વે, ટાઇડ વોલેસીટી અને ફલો મોડલીંગ) સ્‍પેશીફીકેશન અન્‍ડ લેપીંગ ડાઉન, ધ સબસી કેબલ, ડીઝાઇન અને પ્રોકયુરમેન્‍ટ ઓફ પાવર ઇલેકટ્રોનીકસ)
 13. યુકેમાં નારેક ટેસ્‍ટ ફેસેલીટી ખાતે ટર્બાઇનનું આખરી પરીક્ષણ થઇ રહેલ છે.
 14. ઇઆઇએ/ઇએમપી અહેવાલ વગેરે માટે અકોસ્‍ટીક સર્વે પૂર્ણ કર્યું.
 15. ગુજરાત સરકારે પ્રોજેકટ માટે નાણાંકીય સહાય તરીકે રુ. ૭૦ કરોડ મંજુર કર્યા છે.
 16. તાજેતરમાં ગુજરાત સરકારે ૧૫ હેકટર જેટલી સરકારી જમીનનો નિગમને અગ્રીમ કબજો સોંપ્‍યો છે. કોર્પોરેશન મોજણી અને જરુરી જીઓ ટેકનીકલ મોજણી તેમજ ચાલુ વર્ષમાં કંપાઉન્‍ડ વોલ ઉભી કરશે.
 17. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગે, ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને તેની ભલામણો આ પ્રોજેકટ માટે મોકલી આપેલ છે.
 18. મે. એટલાન્‍ટીસે આ પ્રોજેકટ માટે જરુરી નાણાંકીય ડેટા અને શુલ્‍કમાં સમાયોજન માટેની જરુરી અને નાણાંકીય વિગતો અને નાણાકીય માહિતીનો અમલ કર્યોછે. ગુજરાત રાજય વીનીમય કમિશન સમક્ષ ટેરીફ પીટીશન સંબંધીત કામ ચાલુ છે.
 19. સીઆરઝેડ કમીટીએ સીઆરઝેડ પ્રોજેકટની મંજુરી માટે તા. ૨૧.૧૧.૨૦૧૩ની બેઠકમાં ભલામણ કરવાનો નિર્ણય કર્યો.

વિદેશોમાં કોલસાની ખાણોનું સંપાદન:

ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગ દ્વારા નામ નિયુકત પરિયોજનાઓની વીજળી માટેની ઇંધણની જરુરિયાતને પહોંચી વળવા ૫ એમએમટી/વર્ષ ક્ષમતા ધરાવતી કોલસાની ખાણો જરુરી છે. મેસર્સ કેપીએમજીને ઉકત કાર્ય માટે મૂલ્‍યાંકન અને યોગ્‍ય કામગીરી કરવા પરામર્શક તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે.

ગુજરાત સરકારે વિદેશોમાં કોલસાની ખાણો અને ગેસ રીઝર્વસ મેળવવા માટે નાણાંકીય સહાય તરીકે રુ. ૧૦ કરોડ ફાળવ્‍યા છે. અગ્ર સચિવ, ઇપીડી(કમીટીના અધ્‍યક્ષ), અગ્ર સચિવ- નાણાં વિભાગ (સભ્‍ય), વહીવટી નિયામક-જીએસપીસી (સભ્‍ય), વહીવટી નિયામક-જીયુવીએનએલ (સભ્‍ય),વહીવટી નિયામક-જીએસઇસી (સભ્‍ય) અને જનરલ મેનેજર, જીપીસીએલ (સભ્‍ય સચિવ)નો સમાવેશ કરતી એક સમીતીની રચના કરવામાં આવી છે.

આ વિભાગમાં      Gujarat Solar Rooftop Programme
-