ગુજરાત સોલાર પાર્ક- ભારતને સૌર ઉર્જા કેન્દ્ર બનાવવું.
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ- જીપીસીએલ એ ગુજરાતમાં સોલાર પાર્કના વિકાસ માટેની કેન્દ્રવર્તી સંસ્થા છે.
ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ- જીપીસીએલ એ ગુજરાતમાં સોલાર પાર્કના વિકાસ માટેની કેન્દ્રવર્તી સંસ્થા છે. ગુજરાત સરકાર સ્વચ્છ અને ગ્રીન ઉર્જા ઉત્પન્ન કરવા માટે, નવી ઉર્જાઓની પરિયોજનાઓમાં સાહસિક અને ઝડપી પ્રારંભ કરવા માટે વખણાય છે. જીપીસીએલએ એશિયાનો વિશાળ ’’ગુજરાત સોલાર પાર્ક’’ જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને માત્ર આપણાં દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોલાર સેકટરને ધબકતું અને જીવંત બનાવીને આપણ ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે શરુ કર્યો છે.

૫૯૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જીલ્લામાં ચારણકા ગામ ખાતે ૫૩૮૪ એકર બિનવપરાશી જમીનમાં આવેલ છે. સંકલિત સોલાર પાર્ક ખાતે પાણી સંગ્રહ ઉપરાંત ઘરઆંગણે વીજળી પૂરી પાડવાની પૂર્વ જરુરી સગવડો છે. સોલાર પરિયોજનાની ૨૨૪ મેગાવોટની સ્થાપિત ક્ષમતા ૨૦ ડેવલપર્સથી શરુ કરવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં બીજી ૫૦ મેગાવોટ ક્ષમતા વધારવામાં આવશે. આ રીતે ૨૭૪ મેગાવોટ ક્ષમતા દાખલ કરીને ભારતમાં ઉત્પન્ન કરવામાં આવતી કુલ સૌર ઉર્જાના ૨૫ ટકા જેટલું ઉત્પાદન કર્યુ છે. સોલાર પાર્ક પાસે વીન્ડ પાવરની ૧૦૦ મેગાવોટ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે અને બે વીન્ડ મીલ (પવનચકકી) દરેક થકી ૨.૧ મેગાવોટ વીજ ઉત્પાદન શરુ કરવામાં આવેલ છે. આ વિશ્વનો મોટામાં મોટો સોલાર-વીન્ડ હાઇબ્રીડ પાર્ક છે. આ સોલાર પાર્કથી ૩,૪૨,૪૦૦ ટન કાર્બન એમીશન રીડકશન્સ (સીઇઆરએસ) થાય છે, જે રીન્યુએબલ એનર્જી સેકટરમાં સીઇઆરએસમાં મોટામાં મોટું પ્રદાન કરતી પરિયોજના છે.
’સોલાર પાર્ક’ વિકસાવવાનો ખર્ચ રુ. ૪૫૦૦ કરોડ હતો, જેમાં ૫૫૦ કરોડ પૂર્વ જરુરીયાત સગવડો અને જમીન સંપાદન માટે અને રુ. ૩,૯૯૬ કરોડ સોલાર પાવર પ્લાન્ટ (ડેવલપર્સ ઇન્વેસ્ટમેન્ટ) માટે હતો. વધુમાં, ૧૦૦૦ થી વધુ લોકો માટે કાયમી ધોરણે રોજગારી ઉભી થશે. પરિયોજનાની શરુઆત તા. ૩૦/૧૨/૨૦૧૦ના રોજ કરવામાં આવી અને પ્લાન્ટ તા. ૩૧/૧૨/૨૦૧૧ના શરુ કર્યો હતો અને તા. ૧૯/૪/૨૦૧૨ના રોજ માનનીય મુખ્ય મંત્રીશ્રી દ્વારા રાષ્ટ્રને ઔપચારિકરીતે સમર્પિત કરવામાં આવ્યો હતો.
’ ગુજરાત સોલાર પાર્ક ’ સોલાર એનર્જી સેકટરમાં ખાસ નવીન પરિયોજનાઓમાંનો એક જ સ્થળે આવેલા અને વિશાળ પાયે સોલાર પાવર ઉત્પન્ન કરતા એકમો ધરાવતો પાર્ક છે, પરિણામે નિભાવ ખર્ચ (૪૦ ટકા) ઓછું થાય છે અને સોલાર પાવર પરિયોજનાઓનો વિશાળ વિકાસ માર્ગ તૈયાર કરવામાં સહાયરુપ બનવા સોલાર શુલ્કને ઓછું કરતો પાર્ક છે.


કેટલાંક પડકારો અને મુશ્કેલીઓ હોવા છતાં, જીપીસીએલ એ શરુ કરેલ આ નવતર પાર્ક ઓછા સમયમાં ઉચ્ચ મુલ્ય ધરાવતી જટીલ પરિયોજનાનું અમલીકરણ કરવાના તેનાં કૌશલ્યને પ્રદર્શિત કરે છે. પરિયોજનાઓ સાથે જ સોલાર પાવરના રુપાંતરમાં સેકટરનું દ્રશ્ય બદલી નાખવામાં મોટો ફાળો આપ્યો છે. તેણે ભારતને સાચા અર્થમાં વિશ્વનું સૌર પાટનગર (સોલાર કેપીટલ) બનાવી ગૌરવ અપાવ્યું છે.