Top
ન્‍યુકલીયર પરિયોજનાઓ

(૧) ભાવનગર ખાતે વિદ્યુત પરિયોજના આધારીત ૬ X ૧૦૦૦ મેગાવોટ વીજળી ઉત્‍પન્ન કરવી :

સ્‍થળઃ ભાવનગર જીલ્‍લાના તળાજા તાલુકાના ગામ જસપારા, માંડવા અને ખદારપાર .
ક્ષમતાઃ ૬X૧૦૦૦ મેગાવોટ
પ્રકારઃ વિદ્યુત પરિયોજના આધારીત ન્‍યુકલીયર
વર્તમાન સ્‍થિતિ : ભારત સરકારે, ભાવનગર ખાતે ૬૦૦૦ મેગાવોટ ન્‍યુકલીયર આધારીત વીજ પરિયોજનાની સ્‍થાપના માટે તા. ૨૨/૧૦/૨૦૦૯ના તેના પત્રથી સૈધ્‍ધાંતિક મંજુરી આપી છે. ગુજરાત સરકારે તા.૧૩/૯/૨૦૦૯ના તેના પત્રથી પરિયોજનાના વિકાસ માટે જીપીસીએલને નોડલ એજન્‍સી તરીકે નિયુકત કરેલ છે. જીપીસીએલ પરિયોજના માટે જુદી જુદી મોજણીઓ અને અભ્‍યાસ કરવા માટે જીપીસીએલ એનપીસીઆઇએલને મદદ કરશે. પરિયોજનાની કામગીરીઓમાં મદદ કરવા માટે એનપીસીઆઇએલ ૧૫ ટકા વહીવટી ખર્ચ સાથે તમામ જરુરી ખર્ચની પુનઃ ભરપાઇ કરશે.

જમીનઃ એનપીસીઆઇએલએ ખાનગી જમીન ૬૦૩.૭૭૦૨ હેકટર સાથે કુલ ૬૮૦.૫૪૪૧ હેકટર જમીન અને ૭૬.૭૭૩૯ હેકટર સરકારી જમીન સંપાદન માટે ભાવનગર, કલેકટરને તા. ૧૫/૪/૨૦૧૦ના રોજ અરજી કરેલ છે.

 

 

આ વિભાગમાં      



Gujarat Solar Rooftop Programme
-