Top
દૂરદર્શિતા અને વ્‍યવસાય લક્ષ્‍ય

દૂરદર્શિતા

પરંપરાગત અને બિન પરંપરાગત વિદ્યુત એમ બંન્ને પરિયોજનાઓના અમલીકરણ માટે મજબૂત પાયો ઉભો કરવો તેમજ સારા અને ટકાઉ ભવિષ્‍ય નિર્માણ માટે ગુજરાતને સ્‍વચ્‍છ અને ગ્રીન ટેકનોલોજીમાં આગળ લાવવા અગ્રેસર બનાવવું.

મીશનઃ (વ્‍યવસાય લક્ષ્‍ય)

ગુજરાતની વીજ ઉત્‍પાદન ક્ષમતા વધારવાના હેતુથી ખાનગી સંયુકત ક્ષેત્રની ભાગીદારીનો સમાવેશ કરવો. વિવિધ પરિયોજનાઓના ટેકનો ઇકોનોમીક શકયતા અહેવાલો તૈયાર કરવા. મુકરર થયેલી પરિયોજનાઓ માટે જરુરી તમામ વૈધાનિક અને વહીવટી મંજુરીઓ મેળવવી અને જરુરી જમીનો મેળવવી. ગુજરાત રાજયની વીજળી વ્‍યવસ્‍થા માટે માસ્‍ટર પ્‍લાન તૈયાર કરવો. જાહેર સાહસ અને ખાનગી સાહસ દ્વારા હાથ ધરવામાં આવતી જુદી જુદી વિદ્યુત પરિયોજનાઓનું દેખરેખ- નિયંત્રણ રાખવું. ઉર્જાના બિન પરંપરાગત સ્‍ત્રોતોના ઉપયોગથી વીજળી ઉત્‍પાદનને પ્રોત્‍સાહન આપવું.

આ વિભાગમાં      Gujarat Solar Rooftop Programme
-