Top
કોલ પ્રોજેકટસ
 

(૧) ઓરિસ્‍સા ખાતે બૈતરણી વેસ્‍ટ કોલ બ્‍લોક

સ્‍થળઃ દેડીપાડા વિસતાર, જી. અંગુલ, ઓડીસા
ઉત્‍ખનન પટા વિસ્‍તાર હેકટર્સ
ભુસ્‍તર સંબંધી અનામત વિસ્‍તાર ૪૬૮ મિલીયન ટન્‍સ
Mineable Reserves 468 Million Tonnes
ઉત્‍પાદન ક્ષમતા ૧૫ એમટીપીએ (જીપીસીએલનો ૧/૩ હિસ્‍સો)
સ્‍ટ્રીપીંગ રેશીયો ૧: ૨૩.૨૬ (ટન : એમ ૩)
વર્તમાન સ્‍થિતિ કોલસા મંત્રાલય, ભારત સરકારે જીપીસીએલને સરકારી વહેંચણીની રાહે કોલ માઇન્‍સ (રાષ્‍ટ્રીયકરણ) અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૩ (૩) (ક) (૧) ની જોગવાઇ હેઠળ કેરલા રાજય વીજળી બોર્ડ (કેએસઇબી) અને ઓરિસ્‍સા હાઇડ્રો પાવર કોર્પોરેશન લિમિટેડ (ઓએચપીસી)ને બૈતરણી વેસ્‍ટ કોલ બ્‍લોક ફાળવેલ છે.

ફાળવણી પત્રની શરતો અને બોલીઓ મુજબ, જીપીસીએલ, કેએસઇબી અને ઓએચપીસીનું સંયુકત સાહસ કંપનીમાં એટલે કે બૈતરણી વેસ્‍ટ કોલ કંપની લિમિટેડ (બીડબલ્‍યુસીસીએલ)માં સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ પરિયોજના માટેનો માઇનીંગ પ્‍લાન કોલસા મંત્રાલયે તા. ૦૭/૧૦/૨૦૦૯ના રોજ મંજુર કરેલ છે. આ પરિયોજના માટે ટીઓઆર તા. ૨૭/૬/૨૦૧૧ના રોજ ઇસ્‍યુ કરેલ છે. ઇઆઇએ/ઇએમપી મુસદા્રુપ/સીએમપીડીઆઇએલ હેઠળ તૈયાર થઇ રહેલ છે. સુધારેલ માઇનીંગ લીઝ અરજી તૈયાર થઇ રહી છે. કલમ ૪ (૧) હેઠળના જાહેરનામાની વહીવટી મંજુરીથી સ્‍ટીલ અને માઇન્‍સ વિભાગ, ઓડિસા સરકાર તરફથી રાહ જોવાય છે. મેસર્સ એએકસવાયકેએનઓ કેપીટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, નાગપુરને માઇનીંગ માટે માઇન્‍સ અને એમડીઓ પસંદગી માટેની કામગીરી માટે યોગ્‍ય બીઝનેશ મોડેલ નકકી કરવા માટે પસંદ કરેલ છે. બીડબલ્‍યુસીસીએલનો આરએન્‍ડઆર પોલીસી ડ્રાફટ ઓડિસા સરકારને મંજુરી માટે રજુ કરેલ છે. બીડબલ્‍યુસીસીએલની વિનંતી મુજબ, જીપીસીએલએ સ્‍ટીલ અને માઇન્‍સ વિભાગ, ઓડિસા સરકારને બીડબલ્‍યુસીસીએલને પરિયોજના માટે જમીન મેળવવા વહીવટી મંજુરી મેળવવામાં સક્ષમ બનાવવા માટે તા. ૨૭/૯/૨૦૧૧ના રોજ જવાબદારી સોંપી છે.

જીપીસીએલએ પરિયોજનાના ૧/૩ ભાગીદાર તરીકે ભારત સરકાર પાસે રુ. ૨૫ કરોડની બેંક ગેરંટીની રકમ જમા કરાવી છે. કોલસા મંત્રાલય, ભારત સરકારે સંયુકત ફાળવણી કરવામાં આવેલી તમામ કંપનીઓ એટલે કે જીપીસીએલ, ઓએચપીસી અને કેએસઇબીને ફાળવણી પત્રમાં નિયત કર્યા મુજબ નિયત સમયમાં વિકાસ ન કરવા બાબતે શો કોઝ નોટીસ પાઠવી છે. આના પ્રત્‍યુત્તરમાં જીપીસીએલએ કેએસઇબીને બેંક ગેરંટીના ઇવોકેશન અને કોલ બ્‍લોક રદ કરવા વિરુધ્‍ધ ઓડિસા હાઇકોર્ટમાં કેસ દાખલ કરવા અધિકૃત કર્યા છે.

નામદાર હાઇકોર્ટ વચગાળાનો આદેશ કરીને અરજદાર કંપનીએ પૂરી પાડેલી બેંક ગેરંટી ન વટાવવા અને ઓડીસા હાઇકોર્ટની પરવાનગી સિવાય તેને ફાળવેલ કોલ બ્‍લોક કોઇ થર્ડ પાર્ટીને ન ફાળવવા જણાવ્‍યું છે.

હાલમાં ઓડીસાની નામદાર હાઇકોર્ટમાં આ બાબતની ન્‍યાયિક કાર્યવાહી ચાલે છે.

 

Coal Projects

 

(૨) ૩ x ૮૪૦ મેગાવોટ પીપાવાવ પાવર પ્રોજેકટઃ

સ્‍થળઃ અમરેલી જીલ્‍લામાં રાજુલા તાલુકાનાં ગામ રામપરા, ઉચૈયા .
ક્ષમતાઃ ૨૫૨૦ મેગાવોટ
પ્રકારઃ ઇન્‍ડજીનીયસ/ઇમ્‍પોર્ટેડ કોલ
પ્રોદ્યોગિકીઃ પરંપરાગત પ્રૌદ્યોગિકી
વર્તમાન સ્‍થિતિ : પરિયોજના માટે જરુરી જમીન મેળવેલ છે. પરિયોજનાનો વિકાસ કરવા માટે એસપીવી એટલે કે ટોરેન્‍ટ પાવર જનરેશન લિમિટેડ (ટીપીજીએલ) શરુ કરવામાં આવી છે. શેરધારકોનો કરાર જીપીસીએલ અને ટોરેન્‍ટ પાવર લિમિટેડ વચ્‍ચે તા. ૧૨/૧૨/૨૦૦૯ના રોજ કરવામાં આવ્‍યો છે. પરિયોજનાનો ટીઓઆર એમઓઇએફ, નવી દિલ્‍હીએ મંજુર કર્યા છે. ટીપીજીએલના નામે જમીનની તબદીલીની કાર્યવાહી ચાલુ છે.
આ વિભાગમાં      Gujarat Solar Rooftop Programme
-