Top
લિગ્‍નાઇટ પરિયોજનાઓ

સંયુકત સાહસથી અમલ કરેલ/ શરુ કરેલ પરિયોજનાઓ :

(૧) ભાવનગર ખાતે ૫૦૦ મેગાવોટ ગેસ લિગ્‍નાઇટ આધારીત વીજળી પરિયોજનાઃ

સ્‍થળઃ ભાવનગર જીલ્‍લાના ઘોઘા, તાલુકાના પડવા અને મોરચંદ ગામ .
ક્ષમતાઃ ૫૦૦ મેગાવોટ
પ્રકારઃ લિગ્‍નાઇટ આધારીત
પ્રોદ્યોગિકીઃ સીએફબીસી
વર્તમાન સ્‍થિતિ : આ પરિયોજના જીપીસીએલ, જીએસઆઇએલ, જીએમડીસી, જીઆઇપીસીએલ, જીએનએફસી, જીએસએફસી અને જીએસીએલનું સંયુકત સાહસ એવી ભાવનગર ઉર્જા કંપની દ્વારા વિકસાવવાની છે. પરિયોજના માટે જરુરી જમીન કંપનીના નામે તબદીલ કરેલ છે. જીપીસીએલ એ પરિયોજનામાં ૯ ટકા ઇકવીટી મેળવેલ છે બીટીજી માટેનો કરાર ભેલને સોંપેલ છે. સ્‍થળ કામગીરી ચાલુ છે. પરિયોજનાને ૨૦૪-૧૫ સુધીમાં પૂરી કરવાની છે.

(૨) ઘોઘા સુરકા લિગ્‍નાઇટ માઇનીંગ પ્રોજેકટ, ભાવનગરઃ

Lignite Projects

સ્‍થળઃ ગામઃ સુરકા, રામપર, ભાવનગર તાલુકાના થોરડી અને આલાપર અને ગામ મલેકવદર, પડવા, બાડી અને ભાવનગર જીલ્‍લાના ઘોઘા તાલુકાના હોઇદડ
ખાણકામના પટાનો વિસ્‍તાર ૧૩૫૫ હેકટર્સ
ભુસ્‍તરશાસ્‍ત્ર અનામત ૬૦.૬૮ મિલીયન ટન્‍સ
ઉત્‍ખનનપાત્ર અનામત વિસ્‍તાર ૫૪.૬૮ મિલીયન ટન્‍સ
ઉત્‍પાદન ક્ષમતા ૨.૨૫ એમટીપીએ
સ્‍ટ્રીપીંગ પ્રમાણ ૧: ૯.૩૨ (ટન : એમ ૩)
વર્તમાન સ્‍થિતિ ૧૩૫૫ હેકટર્સ માઇનીંગ લીઝ મંજુર કરવામાં આવી છે અને ફોર્મ ’’ કે’’ માં પર્યાવરણ અને વન એમસીઆર હેઠળ લીઝ કરાર થયેલ છે. ૨.૨૫ એમએમટી પ્રતિવર્ષની ક્ષમતાનો માઇનીંગ પ્‍લાન કોલસા મંત્રાલય, ભારત સરકાર દ્વારા મંજુર થયેલ છે. અમારા પર્યાવરણીય પરામર્શક એનઇઇઆરઆઇએ આખરી ઇઆઇએ/ઇએમપી અહેવાલ તૈયાર કર્યો છે. પરિયોજનાનો ટીઓઆર ઇએલઆઇસી મંત્રાલયે મંજુર કર્યા છે. સુનાવણી તા. ૧૯/૭/૨૦૧૩ના રોજ પૂરી થયેલ છે અને પર્યાવરણીય મંજુરી માટે અરજી તા. ૦૩/૧૦/૨૦૧૩ના રોજ કરેલ છે.

જમીનઃ આ પરિયોજના માટે ૧૦૬૯ હેકટર ખાનગી જમીન (કન્‍સેન્‍ટ એવોર્ડ સમજૂતી કરારથી સંપાદીત કરેલ છે.

(૩) ખડસલીયા-૧ લિગ્‍નાઇટ માઇનીંગ પ્રોજેકટઃ ભાવનગર

Lignite Projects

સ્‍થળઃ ભાવનગર તાલુકાના ખડસલીયા, લાખણકા અને ગામ થલસર અને ભાવનગર જીલ્‍લાના ઘોઘા તાલુકાના ગામઃ મોરચંદ
ખાણકામના પટા હેઠળનો વિસ્‍તાર ૭૧૨ હેકટર્સ
ભુસ્‍તર સંબંધી અનામત વિસ્‍તાર ૨૭.૦૦ મિલીયન ટન્‍સ
ઉત્‍ખનનપાત્ર અનામત વિસ્‍તાર ૨૦.૨૦ મિલીયન ટન્‍સ
ઉત્‍પાદન ક્ષમતા ૧.૦ એમટીપીએ
સ્‍ટ્રીપીંગ પ્રમાણ ૧: ૯.૫૪ (ટન : એમ ૩)
વર્તમાન સ્‍થિતિ કોલસા ઉત્‍ખનન વિનિયમ હેઠળ સ્‍થળ મોજણી અને હદ સીમાંકન કરવામાં આવેલ છે. ગુજરાત સરકારે પરિયોજના માટે ૭૧૧.૪૨૯૭ હેકટર લીઝ એરિયા મંજુર કર્યા છે. ૧.૦૦ એમએમટી/ વર્ષ નો રેટેડ ક્ષમતાનો માઇનીંગ પ્‍લાન ભારત સરકારના કોલસા મંત્રાલયે મંજુર કરેલ છે. આપણા પર્યાવરણીય પરામર્શક એનઇઆરઆઇએ આખરી ઇઆઇએ/ઇએમપી અહેવાલ તૈયાર કર્યો છે. પ્રોજેકટ માટેનો ટીઓઆર પર્યાવરણ અને વન મંત્રાલયે મંજુર કર્યા છે. જાહેર સુનાવણી તા. ૧૯/૭/૨૦૧૩ના રોજ પૂર્ણ થયેલ છે અને પર્યાવરણીય મંજુરી માટે તા. ૦૩/૧૦/૨૦૧૩ના રોજ અરજી કરેલ છે.

જમીનઃ કન્‍સેન્‍ટ એવોર્ડ કરારથી ૨૭૩.૧૪૨૫ હેકટર ખાનગી જમીન આ પરિયોજના માટે સંપાદીત થયેલ છે. બાકીની ૨૭૬ હેકટર ખાનગી જમીન સંપાદીત કરવા માટે અરજી રજુ કરેલ છે અને જેએમએસ ફી જમા કરાવેલ છે.

(૪) ખડસલીયા-૨ લિગ્‍નાઇટ માઇનીંગ પ્રોજેકટઃ ભાવનગર

Lignite Projects

સ્‍થળઃ ભાવનગર જીલ્‍લાના ભાવનગર તાલુકાના ગામઃ લાખણકા, ભડભડીયા, આલાપર, હાથબ અને ખડસલીયા,
ઉત્‍ખનન પટા વિસ્‍તાર ૯૧૪ હેકટર્સ
ભુસ્‍તર સંબંધી અનામત વિસ્‍તાર ૨૨.૫૦ મિલીયન ટન્‍સ
ઉત્‍ખનનપાત્ર અનામત વિસ્‍તાર ૧૪.૨૯ મિલીયન ટન્‍સ
ઉત્‍પાદન ક્ષમતા ૦.૭૫ એમટીપીએ
સ્‍ટ્રીપીંગ રેશીયો ૧: ૨૩.૨૬ (ટન : એમ ૩)
વર્તમાન સ્‍થિતિ કોલસા મંત્રાલય, ભારત સરકારે સરકારી ફાળવણીની રાહે ખડસલીયા-૨ લિગ્‍નાઇટ બ્‍લોક ફાળવેલ છે. એનઇઇઆરઆઇ, આપણા પર્યાવરણીય પરામર્શકે આખરી ઇઆઇએ/ઇએમપી અહેવાલ તૈયાર કરેલ છે. કોલસા મંત્રાલય, ભારત સરકારે ૦.૭૫ એમએમટી/ વર્ષની રેટેડ ક્ષમતાનો માઇનીંગ પ્‍લાન મંજુર કરેલ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગે એનઓસી, ભારત સરકારને જીપીસીએલ માટે તા. ૦૩/૪/૨૦૧૩ના રોજ ૯૧૪ હેકટર વિસ્‍તાર માઇનીંગ લીઝ મંજુર કરવા ભલામણ કરી છે. આ અંગેની જાહેર સુનાવણી તા. ૧૯/૭/૨૦૧૩ના રોજ પૂર્ણ થયેલ છે અને પર્યાવરણીય મંજુરી માટે તા. ૦૩/૧૦/ ૨૦૧૩ના રોજ અરજી કરેલ છે.

જમીનઃ આશરે ૩૫.૯૯૪૧ હેકટર ખાનગી જમીન સંપાદીત કરવામાં આવી છે અને બાકીની ૭૬૮.૪૧૮૫ હેકટર જમીન મેળવવા માટે કલેકટર, ભાવનગરને તા. ૨૨/૧૦/૨૦૦૯ના રોજ અરજી કરેલ છે અને સંયુકત માપણી માટે ડીઆઇએલઆર સાથે જેએમએસ ફી જમા કરાવેલ છે.
આ વિભાગમાં      



Gujarat Solar Rooftop Programme
-