Top
પવન ઉર્જા માટેની પરિયોજનાઓ (સાગરકાંઠા પર અને કાંઠાની બહાર)

ગુજરાત રાજય ૧૬૦૦ કિમી. જેટલો વિશાળ દરિયા કિનારો ધરાવતું એક ગૌરવશાળી રાજય છે, જયાં પવનની ગતિ વિદ્યુત ઉર્જામાં પરિવર્તન માટે પૂરતી છે. એવીજ રીતે, તે કેટલાંક અંતર્દેશીય ડુંગરાળ વિસ્‍તારોમાં પણ તેના માટે પવનની ગતિની ક્ષમતા ધરાવે છે. વીજળીની બાબતમાં ગુજરાત રાજય ૭૩૬૨ મેગાવોટની એકંદર પવન ઉર્જા ક્ષમતા ધરાવે છે. યાંત્રિક ઉપયોગોના હેતુ માટે જયાં જરુરી વીજળી ઉત્‍પાદન માટે જરુર કરતાં પવનની ગતિ ખૂબ જ ઓછી છે ત્‍યારે સમગ્ર રાજયમાં ખુલ્‍લા ખેતરોનો જે જમીન વિસ્‍તાર છે ત્‍યાં યાંત્રિક ઉપયોગો માટે પવનચકકીઓના સ્‍થાપન માટે ચોકકસ અંતર સુધી કોઇ અવરોધો નથી.

Wind Projects

૨૦.૭૦ મેગાવોટ વીન્‍ડ મીલ પાવર પ્રોજેકટ

જીપીસીએલએ ગુજરાતના જુદા જુદા સ્‍થળોમાં ૨૦.૭૦ મેગાવોટ વીન્‍ડ મીલ પાવર પ્રોજેકટસની કુલ ક્ષમતા ઉભી કરેલ છે. જીપીસીએલએ બીજા ઓન શોર વીન્‍ડ મીલ પ્રોજેકટસને મદદ કરવાનું આયોજન કરેલ છે.

ઓફ શોર વીન્‍ડ મીલ પાવર પ્રોજેકટસ

જીપીસીએલ કલીન કલાઇમેટ ઇનીશીએટીવ યોજના હેઠળ નવીન ઉર્જા સ્‍ત્રોતોનું શોધકામ કરવા કટીબધ્‍ધ છે. તેથી, કેન્‍દ્ર સરકાર સાથે પરામર્શમાં રહીને ઓફ શોર પરિયોજનાનાં સ્‍થાપન માટે પ્રાથમિક કામગીરીઓ શરુ કરી છે.

આ વિભાગમાં      Gujarat Solar Rooftop Programme
-